Monday, August 29, 2011

ડિઅર ટેકનિકલ સપોર્ટ

ડિઅર ટેકનિકલ સપોર્ટ

ગયા વર્ષેજ મે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને અપડેટ કરીને તેને વાઇફ ૧.૦ માં પરિવર્તિત કર્યો છે, પણ થોડા સમયમાં જ મને ખ્યાલ આવ્યો કે વાઇફ ૧.૦ મારી સિસ્ટમનો વિશાળ હિસ્સો રોકિ લે છે. અને મારા અનેક કિંમતી ’સોર્સ’ નો અનધિકૃત રીતે વપરાશ કરી લે છે, આ સિવાય તે પોગ્રામ મારા બિજા અનેક પોગ્રામમાં પગપેસારો કરી લે છે. આ પોગ્રામને કારણે મિત્ર ગોષ્ઠિ ૪.૫, રાત્રિ વિચરણ ૨.૪ અને સ્નાન મુક્તિ (સ્ટાન્ડર્ડ) જેવા મારી સિસ્ટમના અનેક પોગ્રામ ’રન’ થતા નથી અને ’સિસ્ટમ ફેઇલ્યોર’ નો મેસેજ આપે છે.હવે ફરીથી હુ ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને ઇનસ્ટોલ કરવા ઇચ્છુ છુ પણ વાઇફ ૧.૦ ને અનઇનસ્ટોલ કરવા માટે કોઇ વિકલ્પ મને મળતા નથી. મહેરબાની કરી મને મદદ કરો.
– લિ.એક દુ:ખી આત્મા

————–

ડિઅર દુ:ખી આત્મા,

તમારા જેવી સમસ્યાનો સામનો વાઇફ ૧.૦ ઇનસ્ટોલ કરનાર મોટાભાગની વ્યક્તિઓને કરવો પડે છે આ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેનામાં સુધારો કરવો,કે તેને ડિલિટ કરવી અથવા તો તેને અનઇનસ્ટોલ કરવાનુ કાર્ય તદન અસંમભવિત છે. હવે તમે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામનો વપરાશ કરિ શકશો નહિ. કારણ કે વાઇફ ૧.૦ પોગ્રામમાં આવી કોઇ સુવિધા નથી, એટલે અમે તમારા માટે પ્રાર્થના જ કરી શકિયે છીએ તેમજ કોઇ મદદ કરિ શકતા નથી..આભાર
– લિ. ટેકનિકલ સપોર્ટ ડિપાર્ટમેન્ટ

Saturday, August 13, 2011

હાસ્યનો ખજાનો

"શિક્ષિકાબેન : ‘ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક ઉદાહરણ હું તમને આપું છું. પછી એવું બીજું ઉદાહરણ તમે જાતે કહેજો.
મારું ઉદાહરણ છે : ‘હું સુંદર હતી, હું સુંદર છું, હું સુંદર રહીશ.’
વિદ્યાર્થીઓ : ‘એ આપનો વહેમ હતો, એ આપનો વહેમ છે અને એ આપનો વહેમ જ રહેશે !’'

શેરબજાર

શેરબજાર ભયંકર મંદીમાં છે. સોનાની તેજી ૨૫૦૦૦/- ને પાર કરી ગઈ છે આવે વખતે શેરબજારના રસીયાઓનો મનોભાવ હળવી શૈલીમાં માણીએ.

બેટા સેન્સેક્ષ, જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા.
તને કોઈ નહિ વઢે. તારી બહેન Nifty અને તારી માં NSE સખત બીમાર છે.
ડોક્ટર મનમોહન ના ઇન્જેક્ષનની કોઈ અસર થતી નથી.
તારા પપ્પા BSE કોમામાં છે.
સંબંધીઓ જેવા રોકાણકારો કોઈ ખબર પણ લેતા નથી.
દોસ્ત જેવા ઇન્ટ્રા-ડે કરવા વાળા પણ ખોવાઈ ગયા છે.

જન ગણ મન

જન ગણ મન
અધિનાયક જય હે
ભારત ભાગ્યવિધાતા!
પંજાબ સિંધ
ગુજરાત મરાઠા
દ્રવિડ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલ
યમુના ગંગા
ઉચ્છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે
તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ
જયગાથા।
જન ગણ મંગલદાયક
જય હે ભારત ભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે
જય જય જય જય હે॥

સૌથી જૂનું

ટીચર : દુનિયાનું સૌથી જૂનું પ્રાણી કર્યું છે?
સ્ટૂડન્ટ : સાહેબ ઝીબ્રા.
ટીચર : કઈ રીતે ?
સ્ટૂડન્ટ : કેમ કે, તે આજે પણ બ્લેક એન્ડ વાઈટના જમાનામાં જીવી રહ્યો છે.

કેટરીના

હમણા એક ગીત સાંભળ્યુ છે, પેલા કેટરીનાબેન નુ....
ઘુડકી ઘુડકી લાગે રે....

કાઈ સમજાયુ નહી...

તમને સમજાયુ?????

"અતિથી દેવો ભવ"

મિત્રો આપણ ને ખબર છે કે વરસો પેહલા ઘરના દરવાજા પર લખતા;
"અતિથી દેવો ભવ"
... ત્યાર બાદ "શુભ લાભ"
......પછી "સ્વાગતમ્"
...........ત્યાર બાદ "welcome"
..........
.

અન હવે લખે છે "કુતરા થી સાવધાન".... ..

સમય સમય નો ખેલ છે ભાઈ!!!! ભાઉ ભાઉ ભાઉ