Monday, August 29, 2011

ડિઅર ટેકનિકલ સપોર્ટ

ડિઅર ટેકનિકલ સપોર્ટ

ગયા વર્ષેજ મે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને અપડેટ કરીને તેને વાઇફ ૧.૦ માં પરિવર્તિત કર્યો છે, પણ થોડા સમયમાં જ મને ખ્યાલ આવ્યો કે વાઇફ ૧.૦ મારી સિસ્ટમનો વિશાળ હિસ્સો રોકિ લે છે. અને મારા અનેક કિંમતી ’સોર્સ’ નો અનધિકૃત રીતે વપરાશ કરી લે છે, આ સિવાય તે પોગ્રામ મારા બિજા અનેક પોગ્રામમાં પગપેસારો કરી લે છે. આ પોગ્રામને કારણે મિત્ર ગોષ્ઠિ ૪.૫, રાત્રિ વિચરણ ૨.૪ અને સ્નાન મુક્તિ (સ્ટાન્ડર્ડ) જેવા મારી સિસ્ટમના અનેક પોગ્રામ ’રન’ થતા નથી અને ’સિસ્ટમ ફેઇલ્યોર’ નો મેસેજ આપે છે.હવે ફરીથી હુ ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને ઇનસ્ટોલ કરવા ઇચ્છુ છુ પણ વાઇફ ૧.૦ ને અનઇનસ્ટોલ કરવા માટે કોઇ વિકલ્પ મને મળતા નથી. મહેરબાની કરી મને મદદ કરો.
– લિ.એક દુ:ખી આત્મા

————–

ડિઅર દુ:ખી આત્મા,

તમારા જેવી સમસ્યાનો સામનો વાઇફ ૧.૦ ઇનસ્ટોલ કરનાર મોટાભાગની વ્યક્તિઓને કરવો પડે છે આ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેનામાં સુધારો કરવો,કે તેને ડિલિટ કરવી અથવા તો તેને અનઇનસ્ટોલ કરવાનુ કાર્ય તદન અસંમભવિત છે. હવે તમે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામનો વપરાશ કરિ શકશો નહિ. કારણ કે વાઇફ ૧.૦ પોગ્રામમાં આવી કોઇ સુવિધા નથી, એટલે અમે તમારા માટે પ્રાર્થના જ કરી શકિયે છીએ તેમજ કોઇ મદદ કરિ શકતા નથી..આભાર
– લિ. ટેકનિકલ સપોર્ટ ડિપાર્ટમેન્ટ

Saturday, August 13, 2011

હાસ્યનો ખજાનો

"શિક્ષિકાબેન : ‘ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું એક ઉદાહરણ હું તમને આપું છું. પછી એવું બીજું ઉદાહરણ તમે જાતે કહેજો.
મારું ઉદાહરણ છે : ‘હું સુંદર હતી, હું સુંદર છું, હું સુંદર રહીશ.’
વિદ્યાર્થીઓ : ‘એ આપનો વહેમ હતો, એ આપનો વહેમ છે અને એ આપનો વહેમ જ રહેશે !’'

શેરબજાર

શેરબજાર ભયંકર મંદીમાં છે. સોનાની તેજી ૨૫૦૦૦/- ને પાર કરી ગઈ છે આવે વખતે શેરબજારના રસીયાઓનો મનોભાવ હળવી શૈલીમાં માણીએ.

બેટા સેન્સેક્ષ, જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા.
તને કોઈ નહિ વઢે. તારી બહેન Nifty અને તારી માં NSE સખત બીમાર છે.
ડોક્ટર મનમોહન ના ઇન્જેક્ષનની કોઈ અસર થતી નથી.
તારા પપ્પા BSE કોમામાં છે.
સંબંધીઓ જેવા રોકાણકારો કોઈ ખબર પણ લેતા નથી.
દોસ્ત જેવા ઇન્ટ્રા-ડે કરવા વાળા પણ ખોવાઈ ગયા છે.

જન ગણ મન

જન ગણ મન
અધિનાયક જય હે
ભારત ભાગ્યવિધાતા!
પંજાબ સિંધ
ગુજરાત મરાઠા
દ્રવિડ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલ
યમુના ગંગા
ઉચ્છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે
તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ
જયગાથા।
જન ગણ મંગલદાયક
જય હે ભારત ભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે
જય જય જય જય હે॥

સૌથી જૂનું

ટીચર : દુનિયાનું સૌથી જૂનું પ્રાણી કર્યું છે?
સ્ટૂડન્ટ : સાહેબ ઝીબ્રા.
ટીચર : કઈ રીતે ?
સ્ટૂડન્ટ : કેમ કે, તે આજે પણ બ્લેક એન્ડ વાઈટના જમાનામાં જીવી રહ્યો છે.

કેટરીના

હમણા એક ગીત સાંભળ્યુ છે, પેલા કેટરીનાબેન નુ....
ઘુડકી ઘુડકી લાગે રે....

કાઈ સમજાયુ નહી...

તમને સમજાયુ?????

"અતિથી દેવો ભવ"

મિત્રો આપણ ને ખબર છે કે વરસો પેહલા ઘરના દરવાજા પર લખતા;
"અતિથી દેવો ભવ"
... ત્યાર બાદ "શુભ લાભ"
......પછી "સ્વાગતમ્"
...........ત્યાર બાદ "welcome"
..........
.

અન હવે લખે છે "કુતરા થી સાવધાન".... ..

સમય સમય નો ખેલ છે ભાઈ!!!! ભાઉ ભાઉ ભાઉ

Wednesday, August 10, 2011

ઈન્ટરનેટ પર ફરતી એક જોક

ઈન્ટરનેટ પર ફરતી એક જોક:

પપ્પા: "મારી ઇચ્છા છે કે હું કહું તે છોકરી સાથે તું લગ્ન કર."

પપ્પુ: "પણ પપ્પા, હું તો મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ."

પપ્પા: "પણ દિકરા, હું જે છોકરીની વાત કરું છું તે બિલ ગેટ્સની દિકરી છે."

પપ્પુ: "પપ્પા, યુ આર ગ્રેટ, હું ક્યાં કોઈદી આપની આજ્ઞા અવગણું છું!"

પપ્પા બિલ ગેટ્સને મળવા જાય છે…

પપ્પા: "હું તમારી દિકરી માટે માંગું લઈને આવ્યો છું."

બિલ ગેટ્સ: "પણ મારી દિકરીને પરણાવાની હજી ઘણી વાર છે."

પપ્પા: "પણ આ મુરતિયો વિશ્વ બેંકનો વાઈસ પ્રેસિડન્ટ છે!"

બિલ ગેટ્સ: "ઓહ! એમ વાત છે તો કરો કંકુના.."

છેવટે પપ્પા વિશ્વ બેંકના પ્રેસિડન્ટને મળવા જાય છે….

પપ્પા: "વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે એક યુવાનની ભલામણ લઈને આવ્યો છું."

પ્રેસિડન્ટ: "પણ મારી પાસે જરુરત કરતાં વધારે વાઈસ પ્રેસિડન્ટ છે…"

પપ્પા: "પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે."

પ્રેસિડન્ટ: "તમારે આ વાત પહેલે કરવી જોઈતી'તી!"

મોરલ ઑફ ધ સ્ટોરી: તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ!

Sunday, August 7, 2011

આ મંદી મા

આ મંદી મા ટાકણી પણ તલવાર લાગે છે, હાથી ને પણ કીડી નો ભાર લાગે છે, હવે તો હદ થઇ ગઇ પ્રભુ, મુકેશ અંબાની પણ મારી પાસે ઉધાર માંગે છે.

રેસમાં જીતેલા ઘોડાને

રેસમાં જીતેલા ઘોડાને નથી ખબર હોતી કે જીત શું છે?

એ તો માલિકથી અપાતી તકલીફથી દોડે છે.

તો જયારે તકલીફ પડે ત્યારે સમજો,

કે માલિક તમને " જીતાડવા " જ માંગે છે..!!

વચન

વચન આપો તો જરૂર કરજો પૂરાં,
જો જો રહી ના જાય કોઈ અધૂરાં...

વચન આપવા માટે છે તો સહેલા,
પણ એને પૂરાં કરવા છે બહુ અઘરા.

જીવન

જીવનની પ્રત્યેક ક્ષણમાં આનંદ છુપાયેલો હોય છે.
તેને મેળવતાં આવડવું જોઈએ.

ઇશ્વરનું બેલેન્સ

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે …

પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ;
અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે …!!

Friday, August 5, 2011

સમસ્યાથી પરેશાન

જ્યારે પણ તમે કોઈ સમસ્યાથી પરેશાન
હોવ ત્યારે તમારું ફેવરિટ ગીત
ગાવા માંડજો. તમને સમજાઈ જશે કે
તમારી સમસ્યા તમારા અવાજ
કરતા સારી છે....

જીવન

જીવન ત્યારે સાચે જ સહેલું બની જાય છે ......
જયારે આપણે જાણી લઈએ છીએ ....
કે કોની સાથે હાથ મિલાવવો ....
અને કોનો હાથ પકડવો......!!!!

Monday, August 1, 2011

ગુજરાતી

રોમ માં રસ પૂરી ને પેરીસ માં પતરા ખાઈ જાણે ઈ ગુજરાતી .
વિશ્વના પાંચ પૈસાદાર માંથી બે ગુજરાતી
સુખ નો વેપલો ને દુખ ની ઉજવણી કરી જાણે ઈ ગુજરાતી
ગઝલ હોય કે શેર, શેર બાઝાર નો શેર ગુજરાતી
અરે હોળી , દિવાળી, નોરતા, સોગઠા બાઝી ખેલે ઈ ગુજરાતી
...અરે આપણને આઝાદી અપાવનાર પેલો અહિંસાવાદી ગુજરાતી
ચંદ્ર પર પગ મુકનાર ગમે તે હશે , પણ ત્યાં પહેલી દુકાન કરનાર હશે ગુજરાતી

પોપટ

એક માણસ પોપટ ખરીદવા દુકાને ગયો. એણે દુકાનદારને ભાવ પૂછ્યો :
દુકાનદાર : ‘જમણી બાજુનો પોપટ રૂ. 2000માં.’
ગ્રાહક : ‘એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એને કોમ્પ્યુટર આવડે છે.’
ગ્રાહક : ‘ડાબી બાજુનો પોપટ કેટલાનો ?’
...દુકાનદાર ; ‘એનો ભાવ રૂ. 5000.’
ગ્રાહક: ‘એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એ પ્રોગ્રામિંગ જાણે છે.’
ગ્રાહક : ‘ને આ ત્રીજો જે વચ્ચે છે તે ? એને શું આવડે છે ?’
દુકાનદાર : ‘એનો ભાવ રૂ. 10,000. પ્રમાણિકતાથી કહું તો મેં એને કદી કંઈ કરતા જોયો નથી. પરંતુ બાકીના બે પોપટ એને ‘બોસ’ કહે છે !’

છગન

છગન એના 2 મિત્રો સાથે ૯૮ મા માળ પર રહેતો હતો,

એક દિવસ ત્રણેય બિલ્ડીંગ ની નીચે આવ્યા ત્યાં ખબર પડી કે લીફ્ટ તો ચાલતી નથી... એટલે ત્રણેય પગથીયા ચડવાનું ચાલુ કર્યું.....

પહેલા મિત્ર યે એક જોરદાર એક્શન સ્ટોરી કીધી અને તેઓ વાતો વાતો માં જ ૫૦ માં માળ પર પહોંચી ગયા...
......
બીજા મિત્ર એ તેના આઈ-પેડ માં ફેસબુક ચાલુ કરીને જ્ઞાન સાથે ગમ્મત ના જોક્સ કીધા ત્યાં તો ૯૭ માં માળ સુધી પહોંચી ગયા...

છગન નો વારો આવ્યો અને ભાયડા યે એવી તો કરુણ ઘટના કહી કે ત્રણેય ના આંખ માં આંસુ આવી ગયા.....

ખબર છે શું હતી એ કરુણ ઘટના????

.

.

.

.

.

છગને કીધું: અરે યાર, હું ફ્લેટ ની ચાવી તો કાર માં જ ભૂલી ગયો છું...

મોંઘવારી અને ભ્રષ્ટાચાર

મિત્રો, આ મોંઘવારી અને ભ્રષ્ટાચાર ને જોઈને એવું લાગે છે કે ભવિષ્ય માં વસ્તુ ના ભાવ નું લિસ્ટ કંઇક આવુ હશે.

ચોખા ૧ રુપિયા માં ચાર દાણા
તુવર ની દાળ ૫૦ પૈસા ના સાત દાણા
તેલ ૧૦ રુપિયા માં પાંચ ટીંપા
......દુધ ૧૦ રુપિયા નુ એક ઘૂંટળો
અને જો લિસ્ટ ના નીચે એક નોંધ લખી હોય તો પણ નવાઈ નહિ.....
કે જે પણ આ બધી વસ્તુ ખરીદશે એને દેશી ધી ની સુગંધ ફ્રી મા સુંઘાડવામા આવશે....

હું તારી HARD DISK ને તું મારી RAM

હું તારી HARD DISK ને તું મારી RAM,

તને કરું છું ERROR વગર નો પ્રેમ ,

તું શુકામ કરે છે મને HATE,
......
હું કરું છું SAVE ને તું કરે છે FORMAT..

મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,

તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL;

DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE ,

અને તું જ છે જે HIDE કરે છે તારી PROFILE.

મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું .

આ લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડુ

બાપુ

બાપુ ‘ કાલે રાત્રે મે એક છોકરી
નો રેપ થતાં અટકાવ્યો

જીવલો :- ઘણું જીવો બાપુ પણ કાઇ
રીતે અટકાવ્યો ?

બાપુ :- Self કંટ્રોલ, જીવલા Self control.

jokes

ગધેડા સામે એક પાણી ભરેલી બાલદી અને એક દારૂ ભરેલી બાલદી મૂકવામાં આવી. ગધેડો પાણી ભરેલી બાલદી પી ગયો. આ બતાડીને પોલીસે દારૂડીયાને પૂછ્યું :
‘બોલ, આના પરથી શું શીખવાનું મળે છે ?’
દારૂડિયો કહે : ‘સીધી વાત છે ! જે દારૂ ના પીએ તે ગધેડો હોય છે !’
********

... ‘આ તમારી ભેંસના 600 રૂપિયા? આટલા બધા વધારે હોતા હશે ! જુઓને, એની એક આંખ પણ નથી…’
‘અલ્યા ભાઈ, તમારે ભેંસ પાસેથી દૂધ લેવાનું છે કે ભરતકામ કરાવવાનું છે ?’ ભેંસના માલિક ભરવાડે કહ્યું.
**********

નટખટ નીતાને ઘેર આવેલા મહેમાન જમવા બેઠા હતા. નીતાએ મીઠાઈ બનાવી હતી. એણે મહેમાનને પૂછ્યું : ‘મીઠાઈ તમને કેવી લાગી ?’
‘જાનવરો ખાય એવી….’
‘તો પછી થોડી વધારે લ્યો ને….!’
***********
સાસુ (વહુને) : ‘ભગવાને તને બે આંખો આપી છે તો તું ચોખામાંથી કાંકરા નથી શોધી શકતી ?’
વહુ (ગુસ્સામાં) : ‘ભગવાને આપને ૩૨ દાંત આપ્યા છે તો તમે બે-ચાર કાંકરા નથી ચાવી શકતા ?’
*************

પતિ : ‘આજે સવારે મેં કોનું મોઢું જોયું હતું કે આજનો મારો આખો દિવસ ભંગાર ગયો.’
પત્ની : ‘મેં તમને કેટલીવાર કહ્યું છે કે બેડરૂમમાંથી અરીસો કઢાવી નાખો, નહીંતર રોજ ફરિયાદ રહેશે.’
***************
પતિ તૈયાર થઈને બહાર જવા રાહ જોઈને ઊભો હોય છે.
પત્ની આવે છે, પતિને જોઇને કહે છે, “આ કઈ રીતના તૈયાર થયા છો? અરીસામાં જઈને જુઓ ખબર પડે કોના જેવા લાગો છો.”
પતિઃ “અરીસામાં જોઇને જ તૈયાર થયો છું. તુ જ કહે કેવો લાગુ છુ”
પત્નીઃ”બિલકુલ મદારી જેવા”
પતિઃ “લાગુ જ ને, વાંદરી જોડે જ હોય પછી શું થાય!

ગુજરાતી

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ
ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ
ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને
ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને
ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને
...ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને
નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને
ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય ને જ ગાય કહોને ,
અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી
આપણી ભાષા ખુબ મીઠી, નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી
બોલો ગુજરાતી માં ,લખો ગુજરાતી માં ,
વિચારો ગુજરાતીમાં ,જુઓ સ્વપ્ના ગુજરાતીમાં

ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે,

ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે,,, ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે;;;; પ્રેમનું ગણિત મે શીખવાડ્યું,, અને દાખલા બીજા જોડે ગણે છે !!
રિસાઈ ના જતા મને મનાવતા નથી આવડતું,

દુર ના જતા મને બોલાવતા નથી આવડતું,

તમે ભૂલી જાઓ તમારી મરજી,

હું શું કરું મને તો ભૂલતા પણ નથી આવડતું..
જીવન માં પાછળ જુઓ......... અનુભવ મળશે....
જીવન માં આગળ જુઓ......... આશા મળશે.......
આજુ બાજુ જુઓ............ સત્ય મળશે........
પોતાની અંદર જુઓ....... પરમાત્મા અને આત્મવિશ્વાસ મળશે ......